સામું મળીને મોઢેથી, બોલે જય શ્રી કૃષ્ણ,
એ સૌને મારાં વંદન, બાકી ને ‘જય શ્રી કૃષ્ણ’.
હસતાં જેનાં ચેહરા, ને મીઠું મીઠું બોલે,
એટલાં જ દિલમાં ઉતરે, બાકી ને ‘જય શ્રી કૃષ્ણ’.
બાળક જેવાં જુસ્સાથી, દોડી આવી ભેટે,
આવકાર એમને મીઠો, બાકી ને ‘જય શ્રી કૃષ્ણ’.
ભૂલીને દ્વેષ જગતનાં, આવીને પડખે બેસે,
ઢોલિયા એમનાં સાટું, બાકી ને ‘જય શ્રી કૃષ્ણ’.
બોલ્યા વિનાં જે સમજે, ચેહરા પર ભાવ ભીતરના,
આંખોથી એમને કહી દઉં, બાકી ને ‘જય શ્રી કૃષ્ણ’.
ખોતરે નહીં કદી જે, ઘા ભીના કે કોરા,
એમની જ સામે ખોલું, બાકી ને ‘જય શ્રી કૃષ્ણ’.
રસ્તો સીધો “કાચબા”ના, ઉતરી જવાનો દિલમાં,
આવો તો હસતાં રમતાં, બાકી તો ‘જય શ્રી કૃષ્ણ’.
– ૧૭/૦૭/૨૦૨
[જે પણ સવારે મળીને હસતાં મોઢે આવકાર આપે, મીઠી મીઠી વાતો કરે, એજ મારાં મનમાં ઉતરી શકે, બાકી બધાને, દૂરથી જ… જય શ્રી કૃષ્ણ કહી દેવાનું…]
જય શ્રી કૃષ્ણ…….
બરાબર દિલ ની વાત કહી છે.જેમ કે કવિ દિલ જીતવાના માહિર છે સાથે કવિતાની કસિસ પણ
દિલ ખુશ કરી દે છે.
ખૂબ ખૂબ સરસ ભક્તિભાવ રજૂ કર્યો 👌👌👌🙏🙏
જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏🙏🙏