તારાં વગર ચલાવી લઉં?
ઈશ્વર કોને બનાવી દઉં?
ગલીના નાકે મળે જે પહેલો,
જઈને એને ઉઠાવી લઉં?
મહા મહેનતે જડ્યો છે મને,
તને સહજમાં ગુમાવી દઉં?
ભૂલો પડેલો ત્યારે મળેલો,
રસ્તો પાછો ભુલાવી દઉં?
તેં જ રોપ્યા’તા સંબંધ સ્નેહના,
એનાં છેદ ઉડાવી દઉં?
મોઢાં પર તો હાથ મુકી દઉં,
આંસુ કેમનાં છુપાવી લઉં?
સ્વીકાર નથી કોઈ સ્હેજેય મને,
પ્રસ્તાવ પળમાં ફગાવી દઉં?
યુગે યુગે તું સાથે રહેશે,
યાદ તને’એ અપાવી દઉં?
વિશ્વાસને તું લાયક નથી,
વાત એ જગમાં ફેલાવી દઉં?
મારાં વગર તું ય કંઈ નથી,
વાત એ મનમાં ઠસાવી દઉં?
શાનમાં એટલું સમજીજા “કાચબા”
વાતને અહીંયા જ પતાવી દઉં.
– ૧૬/૧૦/૨૦૨૧
[શું…? તને ભૂલી જાઉં? આ શું બોલે છે તું, એનું તને ભાન છે? તને ખબર નથી, તારા વગર હું નહીં રહી શકું? તો પછી, શું કરવા મને કકળાવે છે? જો તને કહી દઉં છું, આમ કશું પણ “વિચાર્યા વગર નાં બોલ“, એવું બોલતાં પણ તને શરમ આવવી જોઈએ…]
વાતને અહિયાજ પતાવી દઉં. વાહ….છેલ્લા બૉલે
સિક્સર , દમદાર કવિતા.
Khub Saras Rachna
તું તને જ ભૂલી જવાની વાત કરે છે ?… ખૂબ સુંદર રજૂઆત 👌🏻