છોડી જવું છે સઘળું, ને,
ચાલી જવું છે વનમાં,
એવો વિચાર કોઈ દિ,
આવે તમારા મનમાં?
અડધી ગઈ રઝળતી, ને
અડધી ગઈ રુદનમાં,
બાકી વધ્યું તે શૂન્ય,
શું લેવું જીવનમાં? … છોડી…એવો…
ભેગું કર્યું મેં જેટલું,
ઉડી ગયું પવનમાં,
પવનની લહેરખી ઠંડી,
કહે લાગે કેમ ભવનમાં? … છોડી…એવો…
સાંભ્ળ્યું છે કે સુખ છે,
જે શ્રી હરિ મિલનમાં,
એ સુખનાં શેરડા “કાચબા”,
નથી કોઈ જન-ધનમાં.… છોડી…એવો…
– ૧૭/૦૭/૨૦૨૧