હું મારી હદની બહાર નહીં જઈ શકું,
દરિયો છું, હું સુનામી નહીં થઈ શકું.
ઉછળકૂદ થાય થોડી, પણ અંદર અંદર,
આગળ એક આડી લીટીથી નહીં જઈ શકું.
તોફાનો-વંટોળ સાથે રોજ માથા ઝીંકવાના,
કાયદો તોય’એનો હાથમાં નહીં લઈ શકું.
દલીલો હું ધારદાર કરું સાચા-ખોટાની,
એથી આગળ, પણ, નિર્ણાયક નહીં થઈ શકું.
કોઈને પલાળવા થોડો સુકાઈ પણ જાઉં,
વાદળ માર્ગે ઝરણું થઈને નહીં વહી શકું.
સપનાઓ કેટલાં બંધાયા કિનારે મારે,
‘તોડી નાંખો ભૂલકાઓ’, નહીં કહી શકું.
સીમા સૌને એણે બાંધીને આપેલી “કાચબા”,
બહારવટિયો એવું લાંછન નહીં સહી શકું.
– ૧૮/૧૧/૨૦૨૧
કોઈ પણ વર્તુળ નું એક કેન્દ્ર હોય, કેન્દ્રથી કોઈ કેટલું દૂર જઈ શકે, એનું પણ એક માપ હોય – ત્રિજ્યા. ત્રિજ્યા જ વર્તુળની “પરિમિતિ” નક્કી કરે છે. અને એ વર્તુળ છોડીને કશું પણ બહાર જઈ શકતું નથી…]
દરિયો છું, હું સુનામી નહિ થઈ શકું.”
“કાયદો હાથમાં નહિ લઈ શકું”….એકથી એક જોરદાર પંક્તિઓ
ખૂબ ખૂબ ખૂબ સરસ રચના.
લક્ષ્મણ રેખા ….
કાયદો હાથમાં નહિ લય સકુ, કવિ જ્યારે કલમ ઉપાડે
ત્યારે ખૂબ મોટી જવાબદારી સમાજ માટે બને છે જે
તમે બરાબર નિભાવો છો.
મારી પણ એક હદ છે અને હું એનાથી બહાર નહીં જઈ શકું…. ખૂબ જ ઉમદા વિચારો 🙏🏻🙏🏻