પાણી મૂકી દીધુ છે

You are currently viewing પાણી મૂકી દીધુ છે

એ રાહત આપશે એવી, દાનત છોડી દીધી છે મેં,
માંગીને, મુસીબત વ્હોરવાની, આદત, છોડી દીધી છે મેં.

જોઈ લીધું મેં, કરગરીને પણ, શું શું હાથ લાગે છે,
એટલેજ હાથ જોડવાની, આદત, છોડી દીધી છે મેં.

અવાજ મારો છીનવાઈ ગયો, કાકલૂદી કરતાં કરતાં,
કકળીને સાદ પાડવાની, આદત, છોડી દીધી છે મેં.

વળી ગઈ કમર મારી, પણ ગરદન એની નમી નહિ,
આગળ ઝુકીને વાત કરવાની, આદત છોડી દીધી છે મેં.

ઉઘાડાં પાડી દીધા ભેદ, એણે ગણી ગણીને મારા,
હળવેકથી કાનમાં કહેવાની, આદત છોડી દીધી છે મેં.

છૂપું શું રહ્યું હવે મારુ, સાવ ખુલ્લી પાટી છું,
વાતવાતમાં યાદ કરાવવાની, આદત છોડી દીધી છે મેં.

એક સ્વાભિમાન જ તો છે “કાચબા”, જે બાકી રહ્યું છે મારું,
પથ્થર પર માથું મુકવાની, આદત છોડી દીધી છે મેં.

– ૨૫/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply