કોને યાદ કરીને હસીએ, કોને યાદ કરીને રડીએ?
કોની આગળ વળી વળીને કાલાવાલા કરીએ?
કોને વ્હાલ કરીને મળીએ, કોને વ્હાલ કરીને લડીએ?
ઉર્જાથી છલકાતું હૈયું, કોની આગળ ધરીએ?
કોને હક઼ કરીને પૂછીએ, કોને હપ્પ કરીને કહીએ?
હેત ભરી ઉભરાતાં પત્રો, કોને સુપ્રત કરીએ?
કોની આશ કરીને ચઢીએ, કોની આશ કરીને પડીએ?
કાંટાળા આ પથ પર ડગલાં કોની ભેગા ભરીએ?
કોને હૈયે રાખી લઈએ, કોના હૈયે જઈને વસીએ?
સૌ કોઈ “કાચબા” મનને વ્હાલા કોને નિરાશ કરીએ?
– ૧૭/૧૧/૨૦૨૧
[એ કોણ છે જેને સુખમાં અને દુઃખમાં પણ યાદ કરીએ? એ કોણ છે જેને હકથી સવાલ કરીએ અને ધમકાવીને ચુપ પણ કરી દઈએ? એ કોણ છે જેની પાસે થી બધીજ આશા હોય તો પણ કોઈ જ આશા ન રાખીએ?… એને જ તો “આત્મજ” કહેવાય ને?]
અનુકંપા ,વિશ્વાસ અને શ્રધ્ધા થી ભરપુર રચના.
ખૂબ સરસ વાત, એવું કોઈ હોય જેની સામે હૃદયને ખુલ્લું મુકી શકાય 👍🏻👍🏻👍🏻