સીધ્ધી તેને જઈ વરે, જઈ બાહોમાં સમાય,
બંગલા-ગાડી, નોકર-ચાકર, ને લાખોમાં કમાય,
લફરાં કરે ફેશન ખાતર, ‘બેબી’ ‘શોના’ થાય,
ગાડી એથી મોટી મળે તો, બેસી એમાં જાય.
એકી સાથે ચાર-પાંચ ફેરવે, દશ-બાર છૂટાં થાય,
break-up, patch-up કરતાં કરતાં, હસતાં રમતાં જાય.
રિસામ઼ણાં એનાં fakebook પર, Khassup બ્લોક થઈ જાય,
Reel જો એની લાઈક કરો તો, ઘી ખીચડીમાં ઢોળાય,
હાથમાં લઈને હાથ ફરે રોજ, ડિનર, પાર્ટી, થાય,
Hangout નાં બહાને બહાને, Hangover થઈ જાય.
છ મહિનામાં મોબાઈલ ભેગો, interest outdate થાય,
સીમકાર્ડ, નંબર, BF-GF, બધુંજ બદલાઈ જાય.
cool dude ને hot babe, બનવાની સ્પર્ધા થાય,
કહે “કાચબો” love ના નામે, કેવી લીલા થાય..!!!???
– ૧૯/૧૧/૨૦૨૧
[૨૧મી સદીમાં જેમ જેમ ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો એમ… પોસ્ટકાર્ડથી ઈ-મેઈલ… SMS… અને Whatsapp આવ્યું… 2G, 3G, 5G આવ્યાં…એમ સંબંધો પણ આધુનિક, Fast-forward, અને super quick થઈ ગયા… ચટ propose થી પટ breakup સુધી બધું જ soooo coool .. 2021ના આવાં જ સંબંધોની વાત “Relationship 20.21” દોહા છંદમાં…]
અદભુત…….
જબરું કટાક્ષ
જબરદસ્ત ચાબખા, કાચબાભાઈ…. એકદમ સચોટ અને બારીક નિરીક્ષણ 👍🏻👍🏻