સપના સફળ તો થાય છે,
પણ નાનો ઘસરકો થાય છે.
કચવાતી ઊંઘ રાતે ને-
દિવસના ઢસરડો થાય છે.
ચાંદા પડે છે હાથે,
ને તળિયે ઉઝરડો થાય છે.
ચાખવા મળે વહેલી તો,
વધવાનો ઉમળકો થાય છે.
ફેફસામાં હવા ભરો તો,
હવામાં સફર તો થાય છે.
તીવ્ર ઈચ્છા ને જુસ્સો,
મનોબળ પ્રબળ, તો થાય છે.
માંગીને જોયું મેં “કાચબા”,
પ્રાર્થનામાં અસર તો થાય છે. …સપના૦
– ૧૫/૧૨/૨૦૨૧
[સપના સાકાર કરવાનો એક સીધો અને સચોટ રસ્તો છે – “ઉત્તિષ્ઠ જાગ્રત પ્રતિબોધિત“. થોડો પરિશ્રમ, થોડો ઉજાગરો, પ્રબળ મનોબળ અને અંતઃકરણથી પ્રાર્થના કરો તો કોઈ પણ સ્વપ્ન સાકાર થયા વગર રહે નહીં….]
ખુબ સરસ રચના.
વાહ