વ્હેલું-મોડું થાય, તો ચલાવી લેજે,
આઘું-પાછું થાય, તો ચલાવી લેજે,
હેતે કર્યો છે કંસાર તારી સાટું,
ખાટું-મોળું થાય તો ચલાવી લેજે.
શબ્દોને ક્યાં તું ગણકારે, ભજનમાં-
કાલું-ઘેલું થાય, તો ચલાવી લેજે.
ચર્ચા તો થોડી મારી લાંબી રહશે,
તારું-મારું થાય, તો ચલાવી લેજે.
ગમે તે કરી જઉં તારી ખાતર “કાચબા”,
કાળું-ધોળું થાય, તો ચલાવી લેજે.
– ૨૦/૧૨/૨૦૨૧
[મારાથી જેટલું બની શકે એમ હતું એટલું મેં કર્યુ. મારી શક્તિ મુજબ તારી ભક્તિ કરી. જે ભાવે ભજન થાય એ કરું છું, પછી પણ જો કંઈક ખૂટતું હોય એવું લાગે તો “ચલાવી લેજે“…]
વાહ…કાચબાભાઈ..
ચલાવી લેજે…કેટલો સુંદર ભાવ ને યાચના…
લાજવાબ 👌✍️
પ્રતિકરાત્મક ભાવ સાથે ની ગજબની રચના.
Sundar Rachna