ગમે તેમ કરી મન મનાવવાનું છે,
આખરે તો બધાને જ અહીં આવવાનું છે.
બધા આવશે પણ હું એટલો જલ્દી આવું નહીં,
રેકર્ડ એકજ તારે કાયમ ચલાવવાનું છે!!??
આજે નહીં ને કાલે તો આવી જ જશે સમજો,
તેડું એનું નક્કી જ તારે આવવાનું છે.
ગમતું ગમતું બધુજ પાછું છોડી દેવાનું,
અણગમતુંજ સાથે લઈને આવવાનું છે.
જેના વગર નહીં જવાના વચનો આપ્યાં હશે,
એ લોકોના જ ખભે ચઢીને આવવાનું છે.
રાચરચીલું સુંદર જેટલું સજાવ્યું ઘરમાં હેતે,
ખોળિયા સાથે એજ તો બધું સળગાવવાનું છે.
દીવડો એ સળગયા કરશે તેલ વગર નિરંતર,
સત્ય એટલુંજ “કાચબા” તારે પચાવવાનું છે.
– ૧૩/૧૨/૨૦૨૧
[કોઈ ગમે તેટલી આનાકાની કરે, ગમે તેટલાં ધમપછાડા કરે પણ છેલ્લે તો નાછૂટકે જવું જ પડે છે. રસ્તા ભલે અલગ અલગ હોઈ શકે, પણ તમારું, મારું, બધાનું જ એક જ “ગંતવ્ય” છે. બધાને આખરે તો એક જ જગ્યાએ જવાનું છે, એક જ જગ્યાએ મળવાનું છે….]
ખુબ વિચારશીલ રચના.
Heart touching n Eye Opener for today’s reality