પ્રાણપંખેરું

You are currently viewing પ્રાણપંખેરું

કોણ કરામત કરી ગયું,
અંજલી જળથી ભરી ગયું,
સમય ધબકારો ચૂકી ગયું,
પર્ણનાં ગર્ભમાં મૂકી ગયું.

કવચ અંદરથી ખુલી ગયું,
ફૂલ હસીને ખીલી ગયું,
સરકતું સળવળી ગયું,
નવું સરનામું મળી ગયું.

પર્ણનો જ રસ ખઈ ગયું
કિલ્લોલ કરતું થઈ ગયું,
ડાળે ડાળે કુદી ગયું,
બગીચો આખો ખુંદી ગયું.

સ્નેહનાં તાંતણે બાંધી ગયું,
લક્ષ્ય પોતાનું સાધી ગયું,
નામ હિલોળે લખી ગયું,
ઉડતાં હવે તો શીખી ગયું.

(હવે) પર્ણ ધબકારો ચૂકી ગયું,
રડતાં સૌને મૂકી ગયું,
પ્રિત પતંગિયાની પોકળ “કાચબા”
પાંખ લાગી, ને ઉડી ગયું.

– ૦૩/૦૪/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply