શક્તિ ના જોરે, દુનિયા ઝુકાવી લેશો,
એમ સમજો છો, તો વ્હેમ પાળો છો.
કોઈનું રહ્યું નથી, ને કોઈનું રહેશે પણ નહીં,
એમ સમજો છો, તો પણ કેમ પાળો છો.
પૈસાના ના જોરે, દુનિયા ખરીદી લેશો,
એમ સમજો છો, તો વ્હેમ પાળો છો.
માણસો ક્યારેય વેચાતાં નથી,
એમ સમજો છો, તો પણ કેમ પાળો છો.
સત્તા ના જોરે ખુશામત કરાવી લેશો,
એમ સમજો છો, તો વ્હેમ પાળો છો.
મસ્તક રાજાને નહીં, સિંહાસનને નમે છે,
સમજો છો “કાચબા”, તો પણ કેમ પાળો છો.
– ૩૧/૦૧/૨૦૨૧
