અરેરાટી

You are currently viewing અરેરાટી

આ અંધારી રાતે, તું, જઈશ ક્યાં?
આ સોજેલી આંખે, તું, જઈશ ક્યાં?
ચાલવાની ક્યાં તને આદત જ રહી છે,
આ કપાયેલી પાંખે, તું, જઈશ ક્યાં?

આ પાયલનાં તાલે, તું જઈશ ક્યાં?
આ લાથડાતી ચાલે, તું જઈશ ક્યાં?
દિવસ આજનો વીતી જાશે કણસવામાં,
ફરી આવતી કાલે, તું જઈશ ક્યાં?

આ ઉઘડેલા વાંસે, તું જઈશ ક્યાં?
આ કરડેલા માંસે, તું જઈશ ક્યાં?
ગંધ તારી, દાઢમાં, “કાચબા” બેસી ગઈ છે,
આ ગીધડાંઓ પાસે, તું જઈશ ક્યાં?

– ૨૬/૧૦/૨૦૨૧

[ચારેબાજુ હાહાકાર મચેલો છે, એક સમાચારે “અરેરાટી” વ્યાપી ગઈ છે. પણ તેથી શું? આ સુજેલી આંખો અને પીંખાયેલી પાંખો લઈને તું હવે ક્યાં જઈશ. એ ગીધડાઓ તો તારી તાકમાં જ બેઠા છે…]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
5 2 votes
રેટિંગ
guest
3 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
Ishwar panchal
Ishwar panchal
18-Dec-21 7:30 pm

જિંદગીની દરેક પરિસ્થિતિ પર તમારી નજર અને
પકર ગજબની છે.કવિતામાં કડવું સચ લખવામાં
તમે બાંધછોડ કરતા નથી.એટલે જ વાસ્તવિક
હોય છે.

મનોજ
મનોજ
18-Dec-21 8:07 am

એક દુષ્કર્મ પછીની પરિસ્થિતિ નું હૃદયસ્પર્શી નિરૂપણ 👌🏻

ચેતન
ચેતન
18-Dec-21 7:05 am

સુંદર