માન મંગાવે

You are currently viewing માન મંગાવે

હું તને બોલાવું, તો જ તું આવે?
આમંત્રણ મોકલાવું, તો જ તું આવે?

હું મારી જાતે, જો આવી ના શકું તો,
કોઈને હાથે કહેવડાવું, તો જ તું આવે?

તારી તો જાણે કોઈ ફરજ જ નથી,
હું યાદ દેવડાવું, તો જ તું આવે?

પગમાં શું તારે, તેં મહેંદી મૂકી છે?
ઘોડો હું મોકલાવું, તો જ તું આવે?

તને કશું આપવાની સમજ નથી પડતી?
સામે ચાલીને મંગાવું, તો જ તું આવે?

મારી શું રાહ જોઈને બેઠો છે ઓટલે,
હું પહેલાં આવું, તો જ તું આવે?

“કાચબા”ની શ્રદ્ધાને કોઈ જ માન નહીં,
ચરણ ધોવા આવું, તો જ તું આવે?

૧૩/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply