પહેલો વાર સમયે, બીજો સંજોગે માર્યો છે,
પુરુષાર્થને સણસણતો, પ્રારબ્ધે માર્યો છે,
પુણ્ય કમાવા થોડું, નીકળ્યા, લઈને હાથમાં રોટી,
કીડયારું પૂરતાં ચટકો પણ, એક કીડીએ માર્યો છે,
અલખ નિરંજન કરતાં ફરતાં, લઈને હાથમાં ઝોળી,
થઈ ગેર઼ સમજણ, સાધુને પથરે માર્યો છે,
અટક્યાં નો’તા હાથ કોઈ દી, કોઈ ની સહાય કાજે,
ભરી બજારે માંગતા એને શરમે઼ માર્યો છે,
અંધેર આ હટી જશે, એ તો ખબર છે “કાચબા”,
પણ ‘એને ત્યાં દેર છે’, એ વિચારે માર્યો છે.
[જીવનમાં ડગલે ને પગલે સમય, સંજોગ કે નસીબનાં હાથે માર ખાતો જ રહું છું, રોજ એકાદ એવી કોઈ “થપાટ” લાગી જ જતી હોય છે, કે એમ થઈ આવે કે હું જ કેમ? હું તો કેટલું સારું કામ કરવા જતો હતો, તો પછી મારી સાથે જ કેમ આવું થયું?…]
અટકયા નહોતા હાથ કોઈ દી કોઈની સહાય કાજે
ભરી બજારે માંગતા એને શરમે માર્યો છે.
વાહ ખુબ જ સુંદર ને અર્થસભર રચના .👌👌👌👌👍👌
વાહ વાહ વાહ… અટક્યા નહોતા હાથ કોઈ દી કોઈની સહાયક કાજે, ભરી બજારે માંગતા એને શરમે માર્યો છે…. સુપર થી પણ ખૂબ ખૂબ ઉપર રદયસ્પર્સી રચના હાર્દિક ધન્યવાદ 🙏
એને ત્યાં દેર છે, એ વિચારે માર્યો છે. દરેક વ્યક્તિ ના
જીવનને સ્પર્સતી તમારી કવિતા અર્થપૂર્ણ હોય છે.
એને ત્યાં અંધેર નથી એ વાત બરાબર, પણ જે દેરી થાય છે એની મને તકલીફ છે….ખુબ સરસ વાત કરી…
Waah