સમસ્યા એટલી, કે કોઈ સમસ્યા જ નથી,
તારાં રાજમાં મારે ભાગે, તપસ્યા જ નથી,
હજી તો હું વિચાર કરું ત્યાં તું દર્શન દઈ દે,
નૈનો મારાં તારે માટે તરસ્યા જ નથી,
પ્રેમમાં હજી બરાબરનાં પડ્યાં જ નથી,
અરમાન પૂરાં દિલનાં નિકળ્યા જ નથી,
કરવાનાં અડપલાં હજી કેટલાય છે બાકી,
હોઠ હજી હોઠને તો અડ્યાં જ નથી.
કાલાવાલાં મેં તમોને કર્યા જ નથી,
ફેરા કદી ઘર ફરતે ફર્યા જ નથી,
સહજ તમે એટલાં સહજતાથી થઇ ગયા,
સુખ-ચેન “કાચબા” ના હર્યા જ નથી.
– ૨૬/૦૭/૨૦૨૧