કંઈક એનું પ્રમાણ પણ હશે,
વાગ્યાનું નિશાન પણ હશે,
તને’એ વાતનું ધ્યાન પણ હશે,
સમસ્યાનું સમાધાન પણ હશે,
નિશાઓ વેરાન પણ હશે,
રસ્તાઓ સૂમસાન પણ હશે,
સાયામાં શૈતાન પણ હશે
મનમાં એક તોફાન પણ હશે,
ડૂબતાં માં રોકાણ પણ હશે,
સપનામાં ભંગાણ પણ હશે,
“કાચબા”ની મોકાણ પણ હશે,
સૂડી વચ્ચે પ્રાણ પણ હશે.
– ૨૪/૦૭/૨૦૨૧
ખૂબ સુંદર રચના
ખૂબ સુંદર કાવ્યશૈલી..
દરેક રજુઆત માં એક અલગ તાકાત છે.
ખૂબ સરસ રચના