આંસુઓ એના રોકાતા ન’તા,
સંતાડતી’તી ઘણું, છુપાતા ન’તા,
અરમાનો કેટલાયે હશે એના મનમાં,
ખાલી ઝોળીએ સમાતા ન’તા.
મલાજા હવે કોઈ પળાતા ન’તા,
ઢાંક-પિછોડા કરાતા ન’તા,
કે’વાનું હતું કેટલુંય એમને,
‘એ’ બે ઘડી પણ રોકાતા ન’તા.
બાણોથી એના ઘવાતા ન’તા,
હતા જે ઘા, એજ રુઝાતા ન’તા,
હાથ જોડીને ઉભાતાં એ પણ,
ટેસુઓ એમના ઉભરાતા ન’તા.
નિષ્ઠુર એટલા દેખાતા ન’તા,
આઘાત દિલપર સહેવાતા ન’તા,
વિવશ હશે “કાચબા”, એ કોઈના વચને,
રોકેલા શ્વાસ છોડાતા ન’તા.
– ૩૦/૧૧/૨૦૨૦