બારકસ

You are currently viewing બારકસ

સાંજ પડી ને થયું “પ્રભાત”,
જંગલ માંહે શંખનાદ,
ઢોલ-નગારાં, ભૂંગળ પિંગળ,
ચારેબાજુ હર્ષનાદ.

કોઈ ચકલી, કોઈ કાગડો,
કોઈ કોયલ, કોઈ ‘કાચબો’.
થોડાં એમાં વાંદરા ને
બાકી હતી બધી કાબરો.

કાબરીઓનો કલબલાટ, ને
વાંદરાઓની હૂપા હૂપ,
કાગડાઓની કાઉં કાઉં, ને
ચકલાઓની ચીસાચીસ.

કોઈ વઢે આઘા રમો,
કોઈ કહે મૂંગા મરો.
બહું થયો કકળાટ તમારો,
“હવે’મારા પર દયા કરો”.

બિલકુલ મારૂં માનતા જ નથી
સમયસર કશું જમતા નથી,
કહ્યલુ કશું કરતા નથી,
લડ્યા સિવાય રમતા નથી.

ફૂલો છે, મસ્તી કરે,
ખોટી તું ફરિયાદ ના કર,
આપણે પણ એવાજ હતા,
“કાચબા” તારા દિવસો યાદ કર.

– ૧૦/૧૦/૨૦૨૦

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
5 1 vote
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments