સંસાર છે એટલે, તકલીફ તો રહેવાની,
તું જો એવું કહેશે, તો કોને જઈને કહેવાની,
એમજ થતું આવ્યું, ને એમજ થતું રહેશે,
જોહુકમી આવી, ક્યાં સુધી સહેવાની?
એકનો એક મજબૂત, છે બંધ તારા નામનો,
એ જો તૂટ્યો, આંસુઓની, નદી પછી વહેવાની,
અંત ક્યારે આવશે, એજ તો તને પૂછવાનું,
શીખ તેં, આપી’તી, છેલ્લે સુધી લડવાની,
છેલ્લે મોરચે હારું, તો તારી કને આવું,
તું હાથ ઉંચા કરી દે, તો જંગ કેમની જીતવાની?
તું જો પીઠ ફેરવે, તો પત્યું સમજો “કાચબા”,
મરવા ઝેર પીવાની, શું જરૂર પડવાની?
– ૨૧/૦૯/૨૦૨૧
[માણસ આખી દુનિયાથી ત્રાસી જાય, કંટાળી જાય કે બરાબરનો મુશ્કેલીમાં ફસાઈ જાય ત્યારે પોતાના એક અંગત/ખાસ માણસ પાસે જાય – થોડી સાંત્વના લેવા, મદદ લેવા, અને જો એવાં વખતે જ એ પણ હાથ ઊંચા કરી લે, તો “માણસ ક્યાં જાય?”…]
Nice
તું જ પીઠ ફેરવે તો પછી કયાં જવાનું
મરવા માટે ઝેર પીવાની ય જરૂર પડવાની
અતિ ઉત્તમ રચના …
Tatkalik to revani 🤣🤣
ખૂબ સરસ રચના.
વાહ તું જો સાથ ના આપે તો કોને જઈને કહેવાનું ઉત્તમ રચના
Ati Uttam Abhivaykti
તું જો હાથ ઊંચા કરી દેશે તો હું તો હું ક્યાં જઈશ? કોનો ભરોસો કરીશ? ખુબ સુંદર રચના…