અડધી રાતે આજે, એઓ મળી ગયા,
દિવસોના મારા, ઉજાગરા ફળી ગયા.
જોયા એકમેકને, અમે થોડી વાર સુધી,
થોડી જ વારમાં હમો, કેવા હળી ગયા.
શરૂ થયો દોર, પછી સવાલ જવાબ નો,
ના બોલાયું એમનાથી, મારું મૌન કળી ગયા.
ફરીયાદ હતી બંને બાજુ, શરુઆત કોણ કરે?
“કંઈક તો બોલ” કહેતા તો, અમે બેવ ગળી ગયા.
યાદ કર્યા થોડા વચનો, થોડા ભૂલાઈ ગયા,
હાથમાં લીધા હાથ, ને માથા ઢળી ગયા.
સાંભળાતા રહ્યા ધબકારા, માત્રને માત્ર,
સિસકારે એક જ દ્વેશ, અમારા આખા બળી ગયા.
આનંદનો અતિરેક એટલો થઈ ગયો “કાચબા”,
આંખ ખુલી તો જાણ્યું, આજે પણ છળી ગયા.
– ૦૧/૧૨/૨૦૨૦