અસમર્થ

You are currently viewing અસમર્થ

દુઃખી તને હું, જોઈ નથી શકતો,
ધારું, પણ કશું, કરી નથી શકતો,

“સમજી શકું છું બરાબર, તારા દર્દને”,
ખોટે ખોટું એમ પણ, કહી નથી શકતો.

સહન કરતા જોઉં છું, તને નિઃસહાય,
નિઃસહાય થઈને, જાતે સહી નથી શકતો.

ભરી લઉં છું બાથમાં, પ્રેમથી તને,
પ્રેમથી તારા એકાંતને, ભરી નથી શકતો.

તું કહે તે દવા, લાવીને આપું “કાચબા”,
દવા થઈને દર્દ પર, અસર કરી નથી શકતો.

– ૧૫/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply