આપણે બેવ સરખાં

You are currently viewing આપણે બેવ સરખાં

દુઃખોની તો અહીંયા વણઝાર છે,
તારે છે, મારે છે,
સંસાર છે.

સમસ્યાઓ સૌની અપરંપાર છે,
કાલે હતી, કાલે હશે,
સંસાર છે.

દરરોજ સવારે નવો પડકાર છે,
ભૂખ છે, ભય છે,
સંસાર છે.

માર્ગથી ભટકેલાઓની ભરમાર છે,
અહમ છે, અજ્ઞાન છે,
સંસાર છે.

નસીબ ના હાથે સૌ શિકાર છે,
હતાશ છે, ઉદાસ છે,
સંસાર છે.

ઈશ્વર ને ફરિયાદો પારાવાર છે,
ક્યાં છે? છે કે નહીં?
સંસાર છે.

એકજ નાવના સૌ કોઈ અસવાર છે,
ચાલ્યા કરે, “કાચબા”,
સંસાર છે.

– ૧૭/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply