મિલાપ

You are currently viewing મિલાપ

આતુરતાના અંતની શરૂઆત છે,
પ્રિતના પ્રારંભની શરૂઆત છે,

સુગંધ એની શ્વાસ માં પ્રસરી ચુકી છે,
ઉ઼રના, એ, ઉમંગની શરૂઆત છે,

ગાલ એમનાં પડી રહ્યા છે કાંધો પર,
પ્રેમનાં પ્રસંગની શરૂઆત છે,

ફસી ગયા, વાયુ ને શબ્દો, કંઠમાં,
શ્વાસના સોગંદની શરૂઆત છે,

થઇ રહી છે ઉઠું ઉઠું ઘૂંઘટની કોરો,
નેહનાં નિબંધની શરૂઆત છે,

ટેરવાં આવ્યા સહેલ કરવાંને ગાલો ની,
અનંતના આનંદની શરૂઆત છે,

હૈયું સુણે ધબકારા હૈયાનાં “કાચબા”,
સ્નેહનાં સંબંધની શરૂઆત છે.

– ૦૭/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply