ખોવાયેલાની યાદીમાં નામ છે મારું,
ભટકતા રહેવું તો, કામ છે મારું,
લાંબો સફર બહું રહે રોજ મારો,
ક્ષિતિજથી આગળ મુકામ છે મારું,
ઘર મારું નદીઓ કે દરિયા કિનારા,
પાદરથી ભાગોળ તમામ છે મારું,
નક્કી કોઈ જગ્યા મેં રાખી જ નથીને,
જે હોઈ રળિયામણું, ગામ છે મારું,
ભટકતા ભટકતા પણ શોધું એક જગ્યા,
જ્યાં જઈ કહેવાય આ, ધામ છે મારું,
ધીમો તો ધીમો પણ ચાલ્યા કરું હું,
કારણ કે “કાચબો”, ઉપનામ છે મારું.
[કોઈ વાતની ગતાગમ નથી રહી મને, બેશુધ થઈને ફર્યા કરું છું. કોઈ મને ગાંડો, તો કોઈ ઘેલો, તો કોઈ “અસ્થિર” મગજનો ગણાવે છે, તોયે હું પણ મારી મસ્તીમાં જ રમતો હોઉ છું…]
Nice!
ઉપનામ છે મારું…. વાહ કમાલ કરો છો, ક્યાં ક્યાં થી સોધી કાઢો છો.વાચતા જ કુદરતી વાતાવરણમાં
માં આવી જવાય.
વાહ
કાચબો છું એટલે ધીમે ધીમે ચાલ્યા કરું છું, ખૂબ સરસ …