કાલની જ તો વાત છે,
નવી શરૂઆત છે,
નવા સૂરજની, જાણે નવી પ્રભાત છે.
નવો ધમધમાટ છે,
તારો ખિલખિલાટ છે,
મન, વચન, કર્મમાં તારો જ વસવાટ છે.
દિવસ ને રાત છે,
તારો સંગાથ છે,
મારા જીવનની, મોટી સોગાત છે.
હસ્તિ તું ખાસ છે,
કવિતાનો પ્રાસ છે,
તારા ઉપર મારો, અખૂટ વિશ્વાસ છે.
આછો ઉજાશ છે,
લાંબો પ્રવાસ છે,
ખભેથી મળે ખભો, નિર્મળ પ્રયાસ છે.
જન્મોજનમ ની વાત છે,
આ તો બસ શરૂઆત છે,
આજે “કાચબા” આપના, લગ્નની વર્ષગાંઠ છે.