માણસ છે,
માણસ પાસે આશા રાખે,
ખોટું શું છે?…. માણસ છે….
દુઃખી છે,
દુઃખી દિલના દિલાસા ઝંખે,
ખોટું શું છે?…. માણસ છે….
સગપણ છે,
સગપણમાં ‘થોડો’ સ્વાર્થ રાખે,
ખોટું શું છે? …. માણસ છે….
નિરાશ છે,
નિરાશ થઈ ને નિસાસા નાંખે,
ખોટું શું છે?…. માણસ છે….
૧૫/૧૦/૨૦૨૦