શું થયું જો વાર મારો ખાલી ગયો છે,
વધુ એક મોકો હવે આવી ગયો છે.
ગુરુ મને મળી ગયો છે એવો બાહોશ,
માર મારું ભાગ્ય મને મારી ગયો છે.
પસ્ત એવો તો થયો છે કે પ્રતિકારથી,
ત્રાસી જઈને મુંજથી થાક ભાગી ગયો છે.
આવડી ગયું મને મનોબળોને સાંધતા,
તૂટવાનો ભય હવે તો ભાંગી ગયો છે.
દાવ પેચ શીખીયો છું હરેક માતથી,
અખાડો આ દ્વંદ્વનો ફાવી ગયો છે.
એક વખત જીતી ગઈ તો નિયતિને ભ્રમ થયો,
એને મન કે “કાચબો” તો હારી ગયો છે. … શું થયું જો૦
– ૦૮/૦૨/૨૦૨૨
અદભુત,
જોશ ની કોઈ કમી નથી.દરેક પંક્તિ વિશે જેટલું
વિસ્લેસણ થાય તેટલું ઓછું છે. લખવા માટે મારી પાસે તો શબ્દો નથી.