સામેથી આવી, મળી જાય, તો કેવું..!!!
ઘર મારું એને, ગમી જાય, તો કેવું..!!!
ઘર તો ભરી દેશે, શું કરવું મનનું,
આવે તો થોડું, ખમી જાય, તો કેવું..!!!
મૂકીને બાજઠીયે, પંખો કરું હું, એ,
હાથેથી થાળી જમી જાય, તો કેવું..!!!
આંગણિયે લહેરાતાં, તુલસીનાં કયારાએ,
આવીને થોડું, રમી જાય, તો કેવું..!!!
પાથર્યા આસાનિયા, પૂજીને, હૈયા પર,
કુમકુમની પગલી, પડી જાય, તો કેવું..!!!
બોલું કેમ અપરાધો મોઢેથી “કાચબા”,
આંખોને વાંચી, ક્ષમી જાય, તો કેવું..!!!
– ૨૫/૦૮/૨૦૨૧
ખૂબજ સરસ કાવ્ય
ખૂબ સરસ રચના.
વાહ અદભૂત મનમોહક મનોહારી સુંદર કાવ્ય કૃતિ ભેંટ ધરી છે વાચકમિત્રોને…. હાર્દિક ધન્યવાદ 🙏
ખૂબ જ સુંદર રજૂઆત