કોણ છે એ “લોકો”?
ક્યાંથી આવે છે?
આટલી બધી નવરાશ,એ
ક્યાંથી લાવે છે?
મારી કોઈપણ ક્રિયા પર,
પ્રતિક્રિયા એમની જરૂર છે,
આટલી બધી સતર્કતા, એ
ક્યાંથી લાવે છે? …કોણ છે એ “લોકો”?…
વિષય ભલે કોઈ પણ હોય,
એમનો અભિપ્રાય તૈયાર છે,
આટલી બધી વિદ્વતા, એ
ક્યાંથી લાવે છે? …કોણ છે એ “લોકો”?…
ખબર છે આખી દુનિયાની,
પણ ખુદથીજ અજાણ છે,
આટલું બ્રમ્હજ્ઞાન, એ
ક્યાંથી લાવે છે? …કોણ છે એ “લોકો”?…
કરવું મારે કંઈપણ હોય,
વિચાર એમનો કરવો જ પડે,
આટલું સમર્પણ મારા મનમાં, “કાચબા”
ક્યાંથી લાવે છે?…કોણ છે એ “લોકો”?…
– ૦૮/૧૧/૨૦૨૦