સન્નાટા સન્નાટા માં ફરક છે,
તોફાન પછીનો અને તોફાન પહેલાનો.
મિત્ર મિત્ર માં ફરક છે,
ગરજ પછીનો અને ગરજ પહેલાનો.
નેતા નેતા માં ફરક છે,
ચુંટણી પછીનો અને ચુંટણી પહેલાનો.
સેઠ સેઠ માં ફરક છે,
રાજીનામા પછીનો અને રાજીનામા પહેલાનો.
ગ્રાહક ગ્રાહક માં ફરક છે,
ઉધાર પછીનો અને ઉધાર પહેલાનો.
સગા સગા માં ફરક છે,
પૈસા પછીનો અને પૈસા પહેલાનો.
પ્રિયતમ પ્રિયતમ માં ફરક છે,
લગ્ન પછીનો અને લગ્ન પહેલાનો.
ભગત ભગત માં ફરક છે,
ચમત્કાર પછીનો અને ચમત્કાર પહેલાનો .
ઈશ્વર ઈશ્વર માં ફરક છે,
સાક્ષાત્કાર પછીનો અને સાક્ષાત્કાર પહેલાનો.
ઘર ઘર માં ફરક છે,
વસ્યા પછીનો અને વસ્યા પહેલાનો .
સ્ત્રી સ્ત્રી માં ફરક છે,
પ્રસુતિ પછીનો અને પ્રસુતિ પહેલાનો.
“કાચબા” “કાચબા” માં ફરક છે,
કવિતા પછીનો અને કવિતા પહેલાનો.
માણસ માણસ માં ફરક છે,
મર્યા પછીનો અને મર્યા પહેલાનો.
– ૧૭/૧૦/૨૦૨૦