પડદો ઉપાડ ભેદ ખોલી દે,
આલોચકોને તારા વખોડી દે,
તારો તાગ અમને નહીં આવે, ત્યાં-
બેઠો બેઠો શું કરે છે બોલી દે.
બહું ઊંઘ્યો, આળસ છોડી દે,
અંધકારનું સામ્રાજ્ય તોડી દે,
બીજી નહીં તો ત્રીજી પણ ચાલશે,
બસ આંખ તારી ખોલી દે.
હવે, કાં તો હવાઓ ઝેરી દે,
નહીં તો કોઈ ખૂંખાર વેરી દે,
સુધાર, નહીં તો જાતે જ કહીદે,
“કાચબા” દુનિયા છોડી દે.
૨૯/૧૨/૨૦૨૧
[બેઠો બેઠો શું કરે છે? તને સહેજ પણ શરમ નથી આવતી? અહીંયા હું “ત્રાહિ” ત્રાહિ પોકારી ગયો અને તું બસ ચૂપચાપ જોયાં કરે છે? મારાં સંઘર્ષની મજા લે છે?…]
ઝનૂન અને તર્ક બંધ કવિતા.અદભુત,