દયામણો

You are currently viewing દયામણો

પડછાયાની મને દયા આવે છે,
સૂર્ય મેં એને ક્યારેય જોવા જ ન દીધો.

ઊંચો નીચો, થયા એ કર્યો, વાંકો-ચૂકો,
હું ય એટલો જક્કી, એને ફાવવા જ ન દીધો.

થરથરી ગયો બિચારો કડકડતી ઠંડીમાં,
શેક તોય એને સહેજ પણ કરવા જ ન દીધો.

રહી ગઈ ઉણપ અભાગીયાને ‘વિટામિન ડી’ ની,
પગભર મેં એને બિલકુલ થવાજ ન દીધો.

થાકીને હું તો બેસી ગયો વડલા નીચે,
એને તો જરીએ પોરો ખાવા જ ન દીધો.

તડકે એ ચાલ્યો મારી સાથે ને સાથે જ,
ઘરમાં તોય મેં એને ગરવા જ ન દીધો.

છોડી દીધો મેં એને તડકે તપવા “કાચબા”,
તરછોડ્યા નો આળ માથે આવવા જ ન દીધો.

– ૦૪/૦૩/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments