તને વિચાર કરવાનો વિષય મળે,
તારી ઈચ્છાઓ ને ઉદય મળે,
તને પ્રસિદ્ધિનું વલય મળે,
હું પ્રયત્ન કરીશ, તને સમય મળે.
જવાબદારીમાંથી આરામ મળે,
આશંકાઓને વિરામ મળે,
તારી યોજનાઓને વિલય મળે,
હું પ્રયત્ન કરીશ, તને સમય મળે.
ઉડવા તને પણ આકાશ મળે,
કરવા તને પણ વિકાસ મળે,
પગલાં ને તારા પણ લય મળે,
હું પ્રયત્ન કરીશ, તને સમય મળે.
સહકાર “કાચબા” તારો મળે,
તાલમેલ આપણો સારો મળે,
તારી સાથે મને પણ જય મળે,
હું પ્રયત્ન કરીશ, તને સમય મળે.
– ૨૬/૧૨/૨૦૨૦