સ્વર્ગની વાતો ઘણી શાસ્ત્રોમાં,
નરક નો ક્યાંય ઉલ્લેખ નથી.
આકાશ-પાતાળ, ચાંદો-તારા,
ક્યાંયે શીલાલેખ નથી.
દેવ-દાનવો એક બાપના,
રંગ-રૂપ માં ભેદ નથી.
એક ગંતવ્ય દરેક જ્યોતનું,
એમાં કો’ મતભેદ નથી.
અહીંજ “કાચબા” હિસાબ થાશે,
એથી સ્પષ્ટ ઉપદેશ નથી,
જીવતે જીવ જ છે, મરણોત્તર-
સજાનો કોઈ ઉદ્દેશ નથી. સ્વર્ગની…૦
– ૧૧/૧૨/૨૦૨૧
[ઘરતી લોકથી પરે શું ખરેખર કોઈ લોક છે? મૃત્યુ પછી શું ખરેખર જીવન છે? આમ જોવા જઈએ તો કદાચ સ્વર્ગનું કોઈ અસ્તિત્વ હોઈ શકે પણ મારા મતે તો નરક એક પ્રકારની “ભ્રાંતિ” છે (ભ્રમ છે). મોક્ષ લઈને સ્વર્ગે જવાતું હોય એવું માનીએ તો નરક કેવી રીતે જવાય?….]
ખુબ ખુબ વિચારશીલ રચના.
Ati Uttam Rachna