નિર્ણય કોઈપણ લેતાં પહેલાં,
મને એકવાર મળી લેજો,
નિર્ણય તમારો બદલી ન નાંખું,
તો મારું નામ બદલી દેજો.
હથીયાર નીચે મુકતાં પહેલા,
મારું સ્મરણ કરી લેજો,
યુદ્ધનું પરિણામ બદલી ન નાંખું,
તો મારું નામ બદલી દેજો …નિર્ણય…
સુકાયેલી લતાને કાપતાં પહેલા,
મારો પરસેવો છાંટી દેજો,
ડાળે ડાળે બગીચા ન બાંધું,
તો મારું નામ બદલી દેજો …નિર્ણય…
આત્મવિશ્વાસને બાળતા પેહલા,
મારો વિશ્વાસ પાઇ દેજો,
ચિતાથી સીધો શિખા પર ના બેસાડું,
તો મારું નામ બદલી દેજો …નિર્ણય…
કરમાયેલી ઈચ્છાઓ પધરાવતા પહેલા,
મારા આચકા કરાવી દેજો,
એને ધૂપ કરીને મહેકાવી ના દઉં,
તો મારું નામ બદલી દેજો …નિર્ણય…
નસીબ ને દોષ દેતા પહેલા,
મને સમસ્યા દઈ દેજો,
ગ્રહો ની ચાલ જ બદલી ન નાંખું,
તો મારું નામ બદલી દેજો …નિર્ણય…
એનાથી મોઢું ફેરવતા પહેલા,
“કાચબા”નું નામ દઈ દેજો,
બાધા તમારી પુરી ન કરાવડાવું,
તો મારું નામ બદલી દેજો …નિર્ણય…