હું તું ને તું હું

You are currently viewing હું તું ને તું હું

તું કારક મારી કવિતાનો,
તું કારણ મારી કવિતાનો,

તું પ્રેરક મારી કવિતાનો,
તું પ્રેક્ષક મારી કવિતાનો,

તું ચાહક મારી કવિતાનો,
તું ગ્રાહક મારી કવિતાનો,

તું લેખક મારી કવિતાનો,
તું વાચક મારી કવિતાનો,

તું નાયક મારી કવિતાનો,
તું ગાયક મારી કવિતાનો,

તું સાખ મારી કવિતાનો,
તું સાર મારી કવિતાનો,

તું ધબકાર મારી કવિતાનો,
તું રણકાર મારી કવિતાનો,

તું “તું” મારી કવિતાનો,
તું “હું” મારી કવિતાનો.

“કાચબો” – ૦૩/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply