શ્વાસ લેતો જાઉં છું,
રસ્તો કપાતો જાય છે,
ચક્કર ચાલે છે કાળનું,
જાતે મપાતો જાય છે.
અંતર નક્કી છે કાપવાનું,
મ્હાંયલો ખપાતો જાય છે,
સાથે આવતું કોઈ નથી,
એકાંતમાં લપાતો જાય છે.
સામે મળ્યો એક દિશાનિર્દેશ,
ક્યાં ધબધબાતો જાય છે?
સુસવાટો જ એક સાથી “કાચબા”,
પીઠ થપથપાતો જાય છે.
– ૧૩/૧૧/૨૦૨૦