મારી તકલીફમાં પણ, હસી રહ્યા તમે,
તમારા સમ, પહેલાં જેવાં નથી રહ્યા તમે.
લડી રહ્યો છું હું, સૌને સાથે રાખવા માટે,
છાશ-માખણને અલગ કરવા, મથી રહ્યા તમે.
ઢાંકીને રાખું છું ચાદર મહા મહેનતે વંટોળમાં,
ઉઘાડા પાડીને ઘાવ મારા, ચૂંથી રહ્યા તમે.
જેમ-જેમ ઉકેલતો જાઉં છું, આંટી-ઘૂંટી જીવનની,
વધારે મને ઘુંચવવા, જાળ ગૂંથી રહ્યા તમે.
કરગરી રહ્યો છું સૌને, જે વેર ભુલાવી દેવા,
એને કોતરાવીને દિલ પર, ઘૂંટી રહ્યા તમે.
પડું છું ઠોકર ખાઈને, દુર્ગમ માર્ગે સત્યના,
મારા પતન પર હસતા, આળોટી રહ્યા તમે.
તમે તો આવા નહોતા, મારી ચડતી માં “કાચબા”,
પડતી માં કાચીંડા થઇ, રંગ બદલી રહ્યા તમે.
– ૨૫/૦૧/૨૦૨૧