જાતે જ ભાનમાં આવી જાય, તો સારું,
મને જલ્દી ઓળખી જાય, તો સારું,
બરાબર ઓળખું છું તારી દુઃખતી રગને,
શાનમાં એટલું સમજી જાય, તો સારું.
હાલત શું છે, જોઈ જાય, તો સારું,
એકવાર ખાતરી કરી જાય, તો સારું,
હાલત તારી પણ આવી કરી શકું છું હું,
જોઈને હૈયું દ્રવી જાય, તો સારું.
પસ્તાવો તને઼, થઈ જાય, તો સારું,
પાછો મને, મળી જાય તો સારું,
સ્વીકારી લે “કાચબા” તો સજા ઘટી જશે,
“હવે નહીં કરું” તરત કહી જાય, તો સારું.
– ૦૪/૦૮/૨૦૨૧
અદભુત…
ખૂબ પ્રેમભાવ સાથે વાર્તાલાપ , સિસ્ટમ સુધારવા તરફ
ના તમારા અવિરત પ્રયાસ.