રોજ રોજનું મનાવવાનું, હવે નહીં ફાવે,
નખરાં રોજ ઉપાડવાનું, હવે નહીં ફાવે,
આવવું પડશે તારે પણ, કો’ક દિવસ પાટલે,
ઓટલે રોજ બેસવાનું, હવે નહીં ફાવે,
તારી જેમ સાવ હું નવરો નથી બેઠો,
આંટા રોજ મારવાનું, હવે નહીં ફાવે,
આવતાં જતાં લોકો મને પાંચીયુ નાંખતા જાય છે,
ગીત રોજ ગાવાનું, હવે નહીં ફાવે,
ગણતાં ગણતાં ખૂટી પડ્યા છે, આંગળીનાં વેઢા,
રટણ રોજ કરવાનું, હવે નહીં ફાવે,
મળવું હોય “કાચબા”ને તો, સામે ચાલીને આવજે,
તને રોજ કરગરવાનું, હવે નહીં ફાવે.
– ૦૭/૦૮/૨૦૨૧
રોજ કરવાનું નહીં ફાવે! વાહ ! એટલી ખુમારી તો હોવી જ જોઈએ…👌👌👌
આત્મવિશ્વાસ અને અડગ મન સાથે ની ફરિયાદ.
જોશ ઉત્સાહ વધારવા માટે પૂરતું છે.
અદભુત રચના
હરહંમેશ ની જેમ જ સુંદર શબ્દોમાં વર્ણન કર્યું છે.
એક વખત કહી દેવાનું પછી હરવખતે શું કહેવાનું ખુબ જ સરસ ફરિયાદ કરી …👌👌👌👌👌👌✍️✍️✍️✍️✍️✍️✍️🌷🌹💐