તારું તારું બધું કરી લે, મારો વિચાર કાં નથ્ કરતો?
સહારો આપણે એક બીજાનાં, એવો વિચાર કાં નથ્ કરતો?
ઊંચા ઊંચા બંગલા બાંધ્યા, આરસ કર્યા એનાં પગથ્યે,
એ આરસ પર બાળ થરથરે, એનો ઉપાય કાં નથ્ કરતો?
સૂકા મેવા, દૂધ ને માવા, ઘી નાં લાડુ તમારે ખાવા,
ખાલી મારી થાળી ખખડે, એને મૂંગી કાં નથ્ કરતો?
કળશ સોનાનાં, ધજા રેશમી, કેવી બનાવે છટા વેશની,
દાનપેટી ભરી લે તારી, ગજવું મારું કાં નથ્ ભરતો?
ભોગ-વિલાસો તારે કરવા, ફાળા એનાં મારે કરવા ,
મારાં ફાળે ફાલ્યો છે તું, એનો સ્વીકાર કાં નથ્ કરતો?
“કાચબા” હું માંગીને લાવું, ત્યારે તારી ઝોળી ભરાવું,
એટલો મોટો શાહુકાર છે તો, તારી જાતે કાં નથ્ કરતો?
– ૦૩/૦૮/૨૦૨૧
એકદમ સચોટ અને ચોટદાર અભિવ્યક્તિ રજુ કરી છે…ખુબ ખુબ સરસ…
વાહ..જોરદાર રચના…
એવી જ જોરદાર અને ધારદાર વાત કરી..
ખૂબ ખૂબ ખૂબ સરસ…
અદભુત…. ખુબ ખુબ સુંદર રચના
👌👌👌👌👌
તમારી કલમ એક વિચારધારા છે અને અમારા માટે આત્મસંતોષ નું કારણ હોય છે જે અમારા વિચારો નુ
સમર્થન કરે છે.અદભૂત રચના.
બહુ જ સરસ !