લોકો પૂછવા લાગ્યા છે, તારે હવે બોલવું પડશે,
મોઢું ખોલવા લાગ્યા છે, તારે હવે બોલવું પડશે,
તારું નામ જોડી દે છે, મારી દરેક વાત સાથે,
ચર્ચા કરવા લાગ્યા છે, તારે હવે બોલવું પડશે,
તારું નામ દરેક વાતમાં શું કામ હું આપી દઉં છું,
સવાલ કરવા લાગ્યા છે, તારે હવે બોલવું પડશે,
તુંય શું કામ મારી સાથે ચર્ચા કરવા નવરો પડે?
વિતર્ક કરવા લાગ્યા છે, તારે હવે બોલવું પડશે,
મારી સાથે, અંગત કોઈ, સ્વાર્થ તારો હોવો જોઈએ,
શંકા કરવા લાગ્યા છે, તારે હવે બોલવું પડશે,
જાણ કોઈને છે જ નહીં કે, સંબંધ શું છે તારો-મારો?
આંગળી ચીંધવા લાગ્યા છે, તારે હવે બોલવું પડશે,
“કાચબા”ને અહીં કોણ ઓળખે, મોટું તારું નામ છે,
તને વગોવવા લાગ્યા છે, તારે હવે બોલવું પડશે.
– ૨૮/૦૬/૨૦૨૧