બારણાં બંધ કરો ને પ્રકાશ ઝાંખો કરો,
હાથમાં આપો હાથ, બંધ આંખો કરો.
ખોવાઈ ના જાશો સપનાની દુનિયામાં,
શ્વાસ ઉંડો લો, ને હોઠ વાંકો કરો.
બિલ્લીનોય પગરવ અહીં મંજૂર નથી,
ઝાંઝરડી કાઢો ને ઘૂઘરો છાનો કરો.
શિયાળો-ઉનાળો ભેગાં બેવ થયાં છે,
ધરુજતા આવો ને ધાબળો મારો કરો.
પરસેવાની સુગ શ્રમિકને હોય કદી?
હૈયાથી હૈયું અડકાડી વ્હાલો કરો.
કામ હવાનું જગા મળે ત્યાં ઘુસી જવાનું,
કોઈ ના જોઈએ વચ્ચે જે હોય આઘો કરો.
“કાચબો” છે તો ડિલ પર ધીમેથી જ સરકશે,
ગલગલિયાં તો થાય, ઉપદ્રવ શાનો કરો?
– ૧૫/૦૪/૨૦૨૨
[આવી જ ગયા છો તો હવે આરામથી બેસો અને ચૂપચાપ જે થાય એ જોયા કરો. કોઈ પણ કામ કરવાની એક નિર્ધારિત રીત હોય છે. આખુ કામ “વિધિવત્” થાય તો જ એ સફળ થાય, બાકી જો એકાદ પગલું કુદાવી દઈએ તો .. બધું ફોક… શૂન્ય…]