સાથે રહીને પણ ભેગાં થઈ નથી શકતાં,
ટેરવાં, ટેરવાંથી આગળ જઈ નથી શકતાં.
પરિચિતોની ભીડમાં પણ નજરો એને શોધે,
શું ખોવાયું છે એ કોઈને કહી નથી શકતાં.
જ્વાળાઓમાં લપટાયેલા જુએ લાચાર થઈને,
ઠંડક કરવાં બાથમાં એમને લઈ નથી શકતાં.
બેવ અજાણ્યા અહીં અચાનક ભેગા કેમ થયાં,
ગળે ઉતરી જાય એવું બ્હાનું દઈ નથી શકતાં.
નજીક જે લાવ્યો આજે, કાલે ભેગાં કદાચ કરે,
ઝેર પણ “કાચબા” એ આશાએ ખઈ નથી શકતાં.
– ૧૮/૦૪/૨૦૨૨
[દરેકનાં મનમાં કંઈ કેટલું બધું કરવાની ઈચ્છાઓ હોય છે, પણ કોઈને કોઈ કારણોસર મોટા ભાગની ઈચ્છાઓ મારવી પડે છે. મુક્ત ગગનમાં સૌ કોઈને વિચરવું છે પણ એક અદ્રશ્ય “બંધન” સૌને કોઈ પાંજરામાં બાંધી રાખે છે…]
કવિ ની મનોભાવનાં દરેક કવિતામાં વાચકના મન, મસ્તિક્સ માં છવાય જાય છે.બંધન વિશે કવિ આખો
નિબંધ લખી શકે એમ છે……
વાહ વાહ ખૂબ સરસ
વાહ ખૂબ જ સુંદર રજૂઆત ✍️👍