ચાદર મને ભયાનક લાગે છે,
ખબર નહીં કેમ, અચાનક લાગે છે.
અમાસે રચાયેલી રહસ્ય કથાનો,
કંપવી નાંખતો કથાનક લાગે છે.
ઉપરછલ્લી તો લાગે છે સોનેરી,
ધ્યાનથી જુઓ તો, દાવાનળ લાગે છે.
રંગે-ને-રૂપે મુલાયમ મલમલી,
છાતીએ વળગે તો બાવળ લાગે છે.
જોઈને આંખોને ઠંડક આપતો,
અડકીને જુઓ તો દાહક લાગે છે,
કિનારે ગૂંથેલો જરીદાર પટ્ટો,
લાગણીઓ નો અવાહક લાગે છે.
ફેલાઈને બેઠી છે પલંગે “કાચબા”,
અકળામણ કેવી અજાયબ લાગે છે.
જેના ખાતર મેં ઓઢેલી ચાદર,
એજ અંદરથી ગાયબ લાગે છે.
– ૨૨/૦૧/૨૦૨૧