મંદિર મંદિર ભટકવું નથી,
કર્તવ્યોથી છટકવું નથી,
પંક્તિમાં ઉભા રહીને, પથ્થર –
પર માથું પટકવું નથી,
ઉપેક્ષાએ વ્યથિત થઈ઼ને,
અંદરથી બટકવું નથી,
મુઠ્ઠીને ખોલી દઈને કેવળ,
રેખા પર લટકવું નથી,
દઈ દઈને નામ તારું,
બસ પલડું ઝટકવું નથી,
સિફારીશ લઈને અમથી તારી,
કોઈને પણ ખટકવું નથી,
તથાસ્તુ મળતાં મળશે “કાચબા”,
એ પહેલાં અટકવું નથી.
– ૧૩/૧૦/૨૦૨૧
[તને મળવા માટે હું ભટક્યા નથી કરવાનો. ખુશામત તને ગમતી હશે પણ હું એમાં બીલકુલ માનતો નથી, મારાં કર્મોના બળે તું મળે તો ઠીક છે, બાકી હું મંદિરોનાં “ફેરાં ફરવાનો નથી“….]
ખૂબ પ્રેરણાદાયક રચના 👌👌👌👌
અદભુત રજુવાત 👌👌👌👌
Very Nice ✍️ 🙏
એ પહેલાં અટકવું નથી, ભગવાન સાથેનો ગજબનો પ્રેમ. આત્મવિશ્વાસ થી ભરપુર રચના.
વાહ ! તથાસ્તુ ! શૈલેષ સાગપરિયા ની બોધકથા યાદ આવી ગઈ ……
જેટલી મસ્ત તમારી રચના છે તેટલી મસ્ત તેની સ્ટોરી
વાહ વાહ… જબરી ખુમારી. ઈશ્વરને પણ ખરી ખોટી સંભળાવી દેવાની 😀