છણકો

You are currently viewing છણકો

સાચી વાત કરી કે તરત ખિજાઈ ગયો,
સ્હેજ ફરિયાદ કરી કે તરત ગિન્નાઈ ગયો,

સાંભળ્યું’તુ મેં સૌમ્ય તારો સ્વભાવ છે,
એવી હરકત કરી કે તરત મપાઈ ગયો,

દંભ તો ઘણો કર્યો તેં સોનું દેખાવાનો,
એક ટકોરો કર્યો કે તરત પરખાઈ ગયો,

ઢાંકી લીધો’તો ચહેરો તેં મહોરાં પાછળ,
સ્હેજ જરા ભસ્યો કે તરત ઓળખાઈ ગયો,

તેં જે પથરા માર્યા છાંટા એનાં જ છે,
અરીસો સામું ધર્યો કે તરત અકળાઈ ગયો,

વાત માંડીને કહું તારા શા હાલ થાશે,
હજી તો શરૂ કરી જ કે તરત ગભરાઈ ગયો,

ઉપદેશ લેવા દોડી દોડીને જાતો “કાચબા”,
ઉંબરા પાર ગયો કે તરત ભૂલાઈ ગયો.

– ૧૩/૧૦/૨૦૨૧

[બહું ડાહ્યી ડાહ્યી વાતો કરતો હતો પ્રમાણિકતાની, સત્યને સહર્ષ સ્વીકારી લેવાની, પણ જરાક જ એને અરીસો બતાવ્યો, કે તરત જ અકળાઈ ગયો, “છણકો” કરીને ચાલવા માંડ્યો અને સામું ઝઘડો કરવા માંડ્યો….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 3 Comments

  1. Ishwar panchal

    તે જે પથરા માર્યા, છાતા એનાજ છે……..
    કલમ ચલાવો છો, બસ કમાલ જ કમાલ.
    કવિતા માં સચ્ચાઈ એટલી છલકાઈ છે કે બીજી કોઈ
    ટીપ્પણી ની જગ્યા જ નથી.

  2. Kunvariya priyanka

    Mast

  3. મનોજ

    સત્ય સાંભળવા જેટલી સહનશક્તિ નથી હોતી બધામાં…. દંભ ખોટા કરતાં રહે છે…. ખુબ જ ઊંડા મર્મયુક્ત રચના… 👍👍👌