પુરાયેલો હતો ડબ્બામાં,
ચમત્કાર સ્હેજ થઇ ગયો,
ચીમળાઈ ગયેલો અંધકાર,
ફૂલીને ગોળો થઇ ગયો.
હાલી પણ નહોતો શકતો, જે
પોતાની પુરી શક્તિ સાથે,
પવન ના એક જ ઝોકે,
સીધો દોડતો થઇ ગયો.
અંદર કશું હતુજ નહીં, પણ
ગાંડાના રવાડે ચડી ગયો,
જરાક શું એણે હવા ભરી,
ને એકદમ ‘હલકો’ થઇ ગયો.
ભ્રમ ભરાયો એને,
“મારે પાંખો આવી ગઈ”,
એક ફૂંકના જોરે, આખે
આખો અધ્ધર થઇ ગયો.
જતો રહેતો લહેરો સાથે,
જ્યાં પણ એને લઇ જતી ,
“તરૂ છું” એવો વ્હેમ ,
તરત તણાતો થઇ ગયો.
કાંટા દેખાયા “કાચબા” ,
ત્યારે સત્યનું ભાન થયું,
જે ‘તારક’ થઇ બેઠેલો,
પતનનો કારક થઇ ગયો.
– ૨૩/૧૦/૨૦૨૦