રામબાણ

You are currently viewing રામબાણ

કશું જ સુઝે નહીં, તો તારું નામ લઉં,
કોયડું ઉકલે નહીં, તો તારું નામ લઉં,

યોજનાઓ, આંટી ઘૂંટી, ઘડ્યા બાદ,
પાસા પડે નહીં, તો તારું નામ લઉં,

હદ તો હોય ને, મારાં પણ સામર્થ્યની,
મારું ચાલે નહીં, તો તારું નામ લઉં,

તૈયારી હોય પૂરતી, વંટોળથી લડવાની,
મન માને નહીં, તો તારું નામ લઉં,

ખાડો છે આગળ, હું ચેતવું, તોય એની
આંખો ખુલે નહીં, તો તારું નામ લઉં,

ઘા તો રૂઝવી દે, લપેડા હળદર ના,
દર્દ ભૂલે નહીં, તો તારું નામ લઉં,

પડી જાઉં ભૂલો, જો જંગલમાં “કાચબા”,
રસ્તો જડે નહીં, તો તારું નામ લઉં.

– ૦૪/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply